નવ વર્ષની બ્રેન ડેટ બાળકીના અંગોનું દાન
વલસાડની નવ વર્ષીય રિયા બોબી મિસ્ત્રીનું બ્રેન ડેટ થતાં સમગ્ર અંગોનું દાન કરવામાં આવ્યું.
હાથનું મુંબઈની ૧૫ વર્ષથી નાની બાળકીને નાની વયે હાથોનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવ્યું, જે ભારત દેશની પ્રથમ ઘટના છે. સરદાર હાઈટ ખાતે રહેતી ૯ વર્ષે રિયા ને તારીખ ૧૩ મીના રોજ સાંજે ઉલટી થતા તબિયત લથડી હતી તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાય હતી ત્યાર બાદ અન્ય હોસ્પિટલમાં લઈ જતા તેણીનું બ્રેન હેમરેજ નું નિદાન થતા સુરત લઈ જવામાં આવી હતી જ્યાં તારીખ ૧૬ મી એ રિયા ને ડોક્ટરોએ બ્રેઇન ડેટ જાહેર કરી હતી
રિયાના પાલક માતા ડોક્ટર ઉષાબેન મૈસુરી હતા.
તેમણે રિયા ના માતા પિતાને અંગદાન માટે સમજ આપતા તેઓ સંમતિ આપી હતી અને રિયાના અંગનો દાન થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે આટલી નાની વયની દીકરી ના અંગોના દાન માટે એમના પરિવારને સલામ અને ધન્ય છે આ સમગ્ર મામલે રિયાના અંગદાન ને લયને રિયા ને અશ્રુ ભીની આંખે સલામી આપવી વિદાય કરી હતી.
ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈ એ અંગોનું મહત્વ સમજાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બે હાથ મુંબઈ ખાતે આપવામાં આવ્યા છે બે કિડની જેમાંની એક કિડની નવસારી ખાતે તેમજ બીજી અમદાવાદ લીવર પણ અમદાવાદ અને બે ચક્ષુદાન તેમજ ફેફસુ હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે.
આમ કહી શકાય નવ વર્ષીય બાળકી રિયા ના અંગદાન થકી 7 જેટલા વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. અને રિયાની ધડકન હજુ પણ જીવિત રહેશે.
Nirman Times ની ટીમ વતી રિયાના માતા પિતા ને ધન્યવાદ કરવામાં આવે છે. જેમના થકી આજે 7 વ્યક્તિઓનું જીવન બદલાસે.