Valsad: સુથારપાડા ખાતે online સેવા મેળવવા બાબતે કલેક્ટરશ્રી આવેદન

0
1009

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે ઓનલાઇન સેન્ટરની સુવિધા માટે કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા ગામોમાંથી આધારકાર્ડ માં સુધારો કરવા આધારકાર્ડ અપડેટ કરવા માટે ખુબજ મોટી સંખ્યામાં કપરાડા કચેરી ખાતે ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં લાંબી કતાર જામી છે. જેના કારણે અંતરિયાળ વિસ્તાર ધરાવતા આસલોણ, વડોલી, માલઘર, પાંચવેરા, વાવર અને અન્ય ઊંડાણના વિસ્તારમાંથી લોકો કપરાડા ખાતે જતા હોય છે. પરંતુ ચોક્કસ એક દિવસમાં કામ ના પૂર્ણ થવાના કારણે વારંવાર ધક્કા ખાવા મજબૂર બનતા હોય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાવલ્યા પવાર, વસંત જોગારી, ગણપત પવાર, અને સામાજિક કાર્યકર માહદુ ધૂમ જેવા અગ્રણીઓ દ્વારા વલસાડ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સુથારપાડા વિસ્તારમાં આવેલ બોર્ડર વિલેજના ગાંમોમાં જન સેવાનુ કાર્ય ઘણા વર્ષોથી ઓનલાઇનનું તામામ સરકારી યોજના તેમજ ઓનલાઇનનાં ફ્રોમ ભરવાનુ કાર્યકરી રહ્યુ છે.
પરંતુ હાલમાં વર્તમાન પરિસ્થિથીમાં તાલુકા લેવલના -૧૨૮ ગામોથી ઘણાં ખુબજ દુર-દુર થી. ગામો વિસ્તારેલ હોવાથી તાલુકા લેવલનુ કામ-માટે કપરાડા તાલુકામાં આવેલ જનસેવાસેન્ટર માં ખુબજ ભીડ થાય છે. અને સમય સર લોકોનું કામ થતુ નથી . જેથી લોકોને મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો.

આ સમસ્યા બાબતે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો સામે નહિ આવ્યા પરંતુ નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા કલેકટરશ્રી ને આવેદન આપી તાત્કાલિક ધોરણે સેવા પૂરી પાડવા માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here