Valsad: ધરમપુર તાલુકાના TDO સામે તલાટી મંડળ અને સરપંચ સંઘ માં હોબાળો

0
588

Valsad: ધરમપુર તાલુકાના ટીડીઓ સામે તલાટી મંડળ અને સરપંચ સંઘ માં ભડકો

ધરમપુર ના ટીડીઓ કૃષ્ણપાલ સિંહ મકવાણા દ્વારા ગ્રામ પંચાયત માં તલાટી પાસે થી રૂપિયા 10 હજાર ની માંગણી તેમજ દરેક ગ્રામ પંચાયત પાસે પી એમ જન મન યોજના માં આવાસ પૂર્ણ થયા હોવા છતાં તલાટી અને સરપંચ ને નોટીશ નો નિકાલ કરવા રૂપિયા બે લાખ ની માંગ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે જોકે ઉપરોક્ત બાબતે ટીડીઓ એ કોઈ પણ પ્રતિક્રિયા આપવાં ની ના પાડી સૂચક મૌન ધારણ કર્યું હતું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 45 થી વધુ ગામના સરપંચો દ્વારા ધરમપુરના તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણા સામે વિરોધ સાથે આવેદનપત્ર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ધરમપુર તાલુકાના ધારાસભ્યને સોંપ્યું છે તેમ જ સાથે સાથે ડીડીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે 45 ગામના સરપંચ સંઘના લેટરપેડ ઉપર આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ધરમપુર તાલુકાની દરેક પંચાયતોમાંથી તલાટીઓ પાસે ₹10,000 ની મૌખિક માંગણીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

ધરમપુર તાલુકાના એક ગ્રામ પંચાયત પાસેથી પીએમ જન્મન યોજના હેઠળ આદિમ જૂથ યોજનામાં લાભાર્થીઓને આવાસ પૂર્ણ કરેલા હોવા છતાં પણ તલાટી સરપંચને નોટિસનો નિકાલ કરવા માટે બે લાખની માંગણી કરવામાં આવી રહી છે ધરમપુર તાલુકાની દરેક ગ્રામ પંચાયતને સમયસર કામો કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવતી નથી જેના કારણે વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી તેમ જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ યોજનાના કામો સંપૂર્ણ ચોકસાઈથી પૂર્ણ કર્યા પછી જ્યારે એસેટ રજૂ કરવામાં આવે ત્યારે બિલ પાસ કરવા પહેલાં પૈસાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ સાથે જ તલાટી મંડળ દ્વારા પણ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ લેખિત અને મૌખિક ધારાસભ્યને રજૂઆત કરાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ટીડીઓ દ્વારા મિટિંગમાં બોલાવી તેમને અપ શબ્દો બોલી જાહેરમાં અપમાનિત કરવામાં આવી રહ્યા છે જેમાં નોનસેન્સ જેવા શબ્દનો ઉપયોગ કરાય છે જે કેટલી હતી યોગ્ય કહી શકાય..

જોકે હાલ તો આ સમગ્ર બાબતે તાલુકા વિકાસ અધિકારીએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે ઇનકાર કર્યો છે તો બીજી તરફ સરપંચ મંડળ દ્વારા અને તલાટી મંડળ દ્વારા ડીડીઓને રજૂઆત કરી જો તાલુકા વિકાસ અધિકારીની ધરમપુર થી બદલી ન કરવામાં આવે તો આગામી 1 તારીખના રોજ સામૂહિક રાજીનામાં આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

હવે જો જોવાનું રહ્યું કે છું ધરમપુર TDO સામે કડક પગલાં લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here