Valsad: ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્મિક ચેકિંગ, વેપારીઓમાં ફફડાટ

0
552

ધરમપુરમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા દુકાનોમાં આકસ્મિક ચેકિંગ, ૨૬ દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી

દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે આરોગ્ય વિષયક સૂચનાઓ આપવામાં આવી

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈનના અમલીકરણના ભાગરૂપે રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્કફોર્સ (તમાકુ નિયંત્રણ સેલ) ની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ધરમપુર તાલુકામાં તા: ૨૬- ૦૯- ૨૦૨૪ ના રોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરી કુલ ૨૬ દુકાનદારો પાસેથી રૂ. ૫૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા ધરમપુર તાલુકામાં ધરમપુરના આજુબાજુના શહેરી વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ કરતા નાના મોટા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો તેમજ અન્ય વેચાણ કરતા એકમો વગેરે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી કુલ ૨૬ દુકાનદારો પાસેથી રૂપિયા ૫૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

કલમ-૬ (અ) મુજબ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી આપવામાં આવી હતી. “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે એવી આરોગ્ય વિષયક સૂચના આપવામાં આવી હતી.

આ કામગીરી વલસાડ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગમાંથી સોશિયલ વર્કર અલ્પેશ એ.પટેલ, કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ,પોલીસ વિભાગમાંથી એ.એસ.આઈ અશોકકુમાર જાદવ અને કોન્સ્ટેબલ વસંતભાઈ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી આર.એમ.પટેલે હાજર રહી સફળતાપૂર્વક કામગીરી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here