વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા સુથારપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ફ્રી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
આથી તમામ જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે. ફરી એક વખત આદિવાસી વિસ્તાર ધરાવતા સુથારપાડા ખાતે તારીખ 03/10/2024 ના રોજ GMERS, મેડિકલ કોલેજ, વલસાડના નિષ્ણાત તબીબો દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડા તા. કપરાડા જિલ્લા વલસાડ ખાતે આયુષ્માન ભાવ મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુથારપાડા ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.
તારીખ:-03/10/2024, ગુરુવાર
સમય :- સવારે 09-00 થી બપોરે 01-00 સુધી
કેમ્પ સ્થળ:-સામુહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડા, તા. કપરાડા, જિલ્લો વલસાડ
આરોગ્ય મેળામાં ફરજ બજાવતા તબીબ ::
ચિકિત્સક :- તાવ, શરદી, ઉધરસ, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તપાસો
સ્ત્રીરોગચિકિત્સક:-ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો ઊભી કરતી સ્ત્રી રોગોનો અભ્યાસ
બાળરોગ ચિકિત્સક:- કુપોષણ, કૃમિ, કાકડા અને બાળકોના રોગોનું નિદાન
જનરલ સર્જન :- એપેન્ડિક્સ, શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ, સરન ગાંઠની તપાસ
આંખના સર્જન :- મોતિયા, ગ્લુકોમા અને આંખના અન્ય રોગોનું નિદાન
મનોચિકિત્સક:-ડિપ્રેશન, ચિંતા, તણાવ, અનિદ્રા ડિપ્રેશન અને માનસિક બીમારીઓનું નિદાન
ત્વચા નિષ્ણાત :- દાદ, ખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગોનું નિદાન
ENT :-કાન, નાક, ગળાના રોગોના નિષ્ણાત
એનેસ્થેસિયા સેવાઓ:- સર્જિકલ દર્દીની સારવાર માટે
ડો.અરૂણા બી.પટેલ અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર સુથારપાડા
નોંધ: વધુ માહિતી મેળવવા માટે સુથારપાડા CHC ની મુલાકાત લો..