Navsari: વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામની માસુમ બાળકી પર દીપડાનો હુમલો

0
760

વાંસદા તાલુકા ના ફરી બીજી વખત બની ઘટના ઉપસળ ગામે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો.

હાલમાં રાત્રિ સમય દરમ્યાન જિલ્લાના અનેક ગામોમાં હિંસક પ્રાણી દીપડાનો આંતક વધી રહ્યો છે અને અવારનવાર માણસો પર હુમલાઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે તેથી લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે

અગાઉ ત્રણ ચાર દિવસ અગાઉ તાજી ઘટના વાંસદાના મોટી વાલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો,

દીપડાના હુમલા બને બાળકીઓની ઈજ્જાઓની તસ્વીર જોતા વન્યજીવ ઉપર કામ કરતાં નીષ્ણાતનું માનવું કે હુમલો કરનાર દીપડો એકજ હોવાનું તારણ કરી રહ્યા છે. મોટીવાલઝર અને ઉપસળ ગામ વચ્ચે માત્ર ત્રણ કિલોમીટર અંતર છે તેથી એકજ દીપડાએ એકાએક આવી હુમલો કર્યાનું નકારી શકાય એમ નથી.

અને આજે ફરીવાર વાંસદા ના ઉપસળ ગામના નિશાળ ફળિયામાં રહેતા અજયભાઈ ગુલાબભાઈ પટેલની દીકરી સિદ્ધિ ઉપર અંદાજે સાંજના સમયે ૭ વાગ્યા આસપાસ જીવલેણ હુમલો કર્યો હતો
પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે. દીપડાએ બાળકી પર હુમલો કરતા તેની ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે.બાળકીને તાત્કાલિક સારવાર અર્થે વાંસદની ખાનગી શ્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ વલસાડ ,ડાંગ ના સાંસદ ધવલપટેલ ને થતાં પીડિત દીકરીના સ્વાથ્ય માટે પૂછતાસ કરી તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જલ્દી થી જલ્દી પકડવાની તજવીજ હાથ ધરવા માટે આદેશ કર્યો હતો.

ખાસ કરીને નાના બાળકો દીપડાના હુમલાના શિકાર બની રહ્યા છે. આ ઘટના બાબતે વન વિભાગના આર. એફ.ઓ જે. ડી રાઠોડ અધિકારીને જાણ કરવામાં આવી છે. અને મામલાની અધિકારીઓ તથા કર્મચારીઓ વધુ તપાસ ચલાવી રહ્યા છે. વાંસદા પશ્ચિમ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા જરૂરી પાંજરા તેમજ વિઝન કેમેરા (ટ્રેપ કેમેરા) પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

નસીબની વાત તો એ છે કે મોટી વાલઝર અને ઉપસળ ગામની બંને માસૂમ બાળકી પર થયેલા દીપડાના જીવલેણ હુમલાથી બંને બાળકીના જીવ બચી ગયા હતા
પણ ક્યાં સુધી આ દીપડાના મોં થી નિર્દોષ કુમળું ફૂલ જેવી દીકરીના શિકાર થતાં રહેશે એ સવાલ મુંઝવણ ભર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here