વાપી તાલુકાના યુવાધનને આજે રૂ. ૧૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી આઈટીઆઈની ભેટ મળશેનવા મકાનમાં ૯ કલાસ રૂમ, ૯ વર્કશોપ, ઓડિયો વિઝયુઅલ રૂમ, પ્લેસમેન્ટ કાઉન્સિલીંગ રૂમ, લેબોરેટરી, લાયબ્રેરી, સહિત અદ્યતન મશીનરીની સુવિધા પણ મળશેવાપી જીઆઈડીસી વિસ્તાર હોવાથી ઔદ્યોગિક એકમોની જરૂરીયાત મુજબ નવા ટ્રેડ પણ શરૂ કરાશેવર્ષ ૨૦૧૪ થી વાપી આઈટીઆઈમાં ૨૫૪૫ તાલીમાર્થીઓ તાલીમ પૂર્ણ કરી કરી પગભર બન્યાહાલમાં કુલ ૭ ટ્રેડમાં ૨૧ બેચ કાર્યરત, કુલ ૪૪૪ મંજૂર બેઠક પર હાલ ૨૫૦ તાલીમાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છેવડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા હેઠળ તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી થઈ રહી છે.જેની ફળશ્રુતિ રૂપે આજે તા. ૧૧ ઓક્ટોબરના રોજ વાપી તાલુકાને રૂ. ૧૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)ની ભેટ મળશે. જેનું ઈ-તકતી અનાવરણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી વન અને પર્યાવરણ કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે.ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત વાપીની સરકારી આઈટીઆઈના નવા મકાનના બાંધકામ માટે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૧૨.૪૯ કરોડની વહીવટી મંજૂરી મળી હતી. અત્યાર સુધી આ આઈટીઆઈ વાપીમાં ભોલેબાબા આશ્રમમાં ભાડાના મકાનમાં ચાલતી હતી. જેમાં પૂરતી જગ્યાના અભાવે વિદ્યાર્થીઓને સગવડતા પુરી પાડવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ હવે આ તમામ મુશ્કેલીનો આજથી અંત આવશે.
વાપીમાં વટાર ખાતે કાલરીયા રોડ પર ૬૬ કેવી જેટકો સબ સ્ટેશનની સામે ૭૪૬૬ ચો.મી. જમીન સંપાદિત કરી આધુનિક સુવિધાઓ ધરાવતુ નવું મકાન તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં કુલ ૭ ટ્રેડમાં ૨૧ બેચ કાર્યરત છે. જેની કુલ ૪૪૪ મંજૂર બેઠકો ઉપર ૨૫૦ તાલીમાર્થીઓ કમ્પ્યુટર, વાયરમેન, ફિટર, વેલ્ડર, સુઈંગ ટેકનોલોજી, ઈલેક્ટ્રીશ્યન, એઓસીપી જેવા ટ્રેડમાં તાલીમ મેળવી રહ્યા છે.વર્ષ ૨૦૧૪ થી વાપી આઈટીઆઈમાં ૨૫૪૫ તાલીમાર્થીઓ તાલીમ પૂર્ણ કરી પગભર થઈ ચૂક્યા છે. જેમાંથી ૧૨૦૦ તાલીમાર્થીઓ હાલ પ્રતિષ્ઠિત એકમોમાં રોજગારી મેળવી રહ્યા છે. ૧૪૨ તાલીમાર્થીઓએ વ્યવસાયિક શિક્ષણ મેળવી સ્વરોજગારી પ્રાપ્ત કરી છે. ૧૦૭ તાલીમાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ગયા છે. જ્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ૨૬૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે.વાપી જીઆઈડીસી વિસ્તાર હોવાથી ઔદ્યોગિક એકમોની જરૂરીયાત મુજબ નવા ટ્રેડ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. નવી આઈટીઆઈની ભેટ મળવાથી હવે વાપી તાલુકાના યુવાધનને ઘર આંગણે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવાથી રાજ્ય સરકારશ્રીના પ્રયત્ન અને સપના સાકાર થઈ જવા રહ્યા છે. નવા મકાનમાં ૯ કલાસ રૂમ, ૯ વર્કશોપ અને ૮ અન્ય રૂમો જેવા કે, ઓડિયો વિઝયુઅલ રૂમ, પ્લેસમેન્ટ કાઉન્સિલીંગ રૂમ, આઈટી લેબોરેટરી, વહીવટી રૂમ, લાયબ્રેરી, કેન્ટીન અને અદ્યતન મશીનરી ઉપલબ્ધ થશે.પોતાનું નવુ મકાન મળવાથી તાલીમાર્થીઓને NCVT પ્રમાણપત્ર મળવાથી દેશ-વિદેશમાં નોકરી મળી શકશે
વાપી આઈટીઆઈના આચાર્યા નેહલ સી.પટેલે જણાવ્યું કે, આટીઆઈ ખાતે સરકારશ્રી તરફથી વિદ્યા સહાય યોજના હેઠળ મહિલા તાલીમાર્થીઓને સાયકલ સહાય અને કમ્પ્યુટર ટ્રેડના તાલીમાર્થીઓને ટેબ્લેટ સહાય આપવામાં આવે છે. સ્વરોજગારી મેળવવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી બેંકમાંથી લોન પણ પ્રાપ્ત થઈ શકે છે.તાલીમાર્થીઓને શિક્ષણ સહાય માટે સંસ્થાકીય સ્ટાઈપેન્ડ અને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. એસ.સી., એસ.ટી., મહિલા, દિવ્યાંગ તાલીમાર્થીઓને વિના મૂલ્યે તાલીમ અને તાલીમાર્થીઓને બસ, રેલવે કન્સેશન પાસની સુવિધા આપવામાં આવે છે. સંસ્થાનું પોતાનું મકાન થવાથી સંસ્થાને NCVT (નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ) એફિલીએશન મળવાપાત્ર થશે.તાલીમાર્થીઓને NCVT પ્રમાણપત્ર મળવાથી તેઓ દેશ-વિદેશના કોઈપણ ખૂણે નોકરી મેળવી શકશે. આ સર્ટિફીકેટ હોવાથી બીજી વધારાની કોઈ તાલીમ લેવાની રહેતી નથી.