Valsad: તારીખ ૨૪/૧૦/૨૪ નાં રોજ ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિ મોરચા દ્વારા રાષ્ટ્રીય કોષાધ્યક્ષ શ્રી સુરેશ ભાઈ કેરોજી તથા અશોક ભાઈ ખેતરમલજી ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન નું મહત્વ સમજાવવા વલસાડ જિલ્લા નાં પ્રવાસે આવ્યા હતા
જેમનો પ્રવાસ અનુસુચિત જાતિ ના વિવિધ મંડળો તથા ઉમરગામ તાલુકા ના દેહરી,ગોવાડા, ખાતે લોક સંપર્ક કરી ત્યાર બાદ ફણસા ખાતે માહ્યાવંશી ફળિયા માં જાહેર સભા ને સંબોધી હતી.
જેમાઉમરગામ તાલુકા ના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, અનુસુચિત જાતિ મોરચા નાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઈ પરમાર, અનુસુચિત જાતિ મોરચા નાં વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પુનેટકર, અનુસુચિત જાતિ મોરચા નાં વલસાડ જિલ્લા સદસ્યતા અભિયાન સંયોજક શ્રી રૂપેશભાઈ માહ્યાવંશી, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, કલગામ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રોહિતભાઈ, અનુસુચિત જાતિ મોરચા ઉમરગામ તાલુકાના મંત્રી શ્રી સંજયભાઈ ઉર્ફે રાજુભાઈ વાડિકર, સુંદરભાઈ મેડીવાલા, નરેન્દ્રભાઇ વાડેકર, પ્રફુલ્લભાઈ માહ્યાવંશી, તથા મયુરીબેન બારી જેમણે ૧૦૦૦ અપ સદસ્યતા અભિયાન કરવા બદલ એમનું પુષ્પ થી સ્વાગત કરવામાં આવ્યુ હતું તથા વર્ષાબેન સુર્વે ૩૦૦ અપ સદસ્યતા અભિયાન કરવા બદલ પુષ્પ થી સ્વાગત કરવામાં આવ્યું હતું
આ ઉપરોક્ત કાર્યક્રમ દરેક અનુસુચિત જાતિ ના કાર્યકર્તા ઓનાં સહકાર થી સફળ બનાવ્યો હતો, કાર્યક્રમ નાં અંતે અનુસુચિત જાતિ મોરચા નાં સદસ્યતા અભિયાન વલસાડ જિલ્લા સંયોજક શ્રી રૂપેશભાઈ માહ્યાવંશી દ્વારા આભાર વીધી કરવામાં આવી હતી.