Valsad: ભારતીય જનતા પાર્ટી ૧૮૧- કપરાડા વિધાનસભા વિસ્તારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો |

0
486

ભારતીય જનતા પાર્ટી ૧૮૧- કપરાડા વિધાનસભા વિસ્તારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયોકપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા
એન.આર.રાઉત હાઈસ્કૂલ, નાનાપોંઢામાં
સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત રેલી નિકળી નાનાપોઢા બિરસા મુંડા સર્કલ પર વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ,કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી. ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ મનહરભાઇ પટેલ અને હોદ્દેદારો દ્વારા ભગવાન બિરસા મુંડાની મૂર્તિ પર હાર ચઢાવી ત્યારબાદ રેલી સભા મંડપમાં પહોંચી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સાંસદ વલસાડ-ડાંગ (લોકસભા દંડક) ધવલભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોના લીધે નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત સરકાર બનાવવા સફળ રહ્યા. આદિવાસી વિસ્તાર માટે 1 લાખ કરોડ જેટલી માતબર રકમ મોદી સરકારે આપી છે. આદિવાસીઓનો વિકાસ મોદી સરકાર કરી શકે.પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે. અને કાર્યકરો ના બલ ઉપર આ પાર્ટી ઉભી છે. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભર વ્યકત કર્યો હતો.1995 થી અત્યાર સુધી સરકાર ટકાવવી એ ભાજપ સરકાર ની લોક પ્રિયતા બતાવે છે.સ્નેહમિલન કાર્યક્રમમાં ધરમપુર વિભાગ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત, પ્રમુખ જિલ્લા પંચાયત વલસાડ મનહરભાઈ પટેલ,મહામંત્રી વલસાડ જિલ્લા ભાજપ શીલ્પેશભાઈ દેસાઈ, પ્રમુખ કપરાડા તાલુકા પંચાયત હીરાબેન માહલા,જિલ્લા પંચાયત સદસ્યો શૈલેષભાઇ પટેલ, મુકેશભાઈ પટેલ ગુલાબભાઇ રાઉત, દક્ષાબેન ગાયકવાડ, કેતનભાઈ પટેલ, સરપંચ અને APMC પ્રમુખ મુકેશભાઈ પટેલ , ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવિત,યુવા પ્રમુખ વિપુલભાઈ ભોયા સરપંચો અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પેશ પટેલ અને મંગુભાઈ ગાંવિત દ્વારા કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here