વલસાડ જિલ્લાના કપરાડા દિનબારી વચ્ચે સ્કુટી ચાલક ગ્રામસેવક ને પાછળ ટ્રક અથડાવી મોત નિપજાવ્યું.

0
1796

કપરાડાના છ ગામની અંદર ગ્રામ સેવકની ફરજ બજાવતી મહિલા ને ટ્રક ચાલકે પાછળ થી ટ્રક અથડાવી ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજાવ્યું હતું જોકે ચાલક ભાગવા જતા સ્થાનિક લોકો એ પીછો કરી ને પકડી લીધો હતો.
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં રાજકોટ જિલ્લાની મહિલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છ ગામ જેવા કે , સિંગારટાટી, સરવર ટાટી, શાહુડા, વાલવેરી, વડસેત, ધામણ વેંગણ આ છ ગામની અંદર ગ્રામ સેવકની ફરજમાં હતી તેઓ ધરમપુર ખાતે સરકારી વસાહતમાં રહેતી હતી રોજની જેમ ગત રોજ વહેલી સવારે રાબેતા મુજબ ઘરેથી નીકળી પોતાના ફરજ ઉપરના ગામમાં જઈ રહી હતી તે વખતે દિન બારી માર્ગ ઉપર ટ્રકના ચાલકે પાછળ થી સ્કુટી ને ટકકર મારી રોડ ઉપર પાડી દીધી હતી અને તેના ઉપર ટાયર ફરી વળતાં ગ્રામ સેવક કૃપાલીબેનનું ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.


કપરાડા નાસિક ખરાબ માર્ગના કારણે દિનપ્રતિદિન અકસ્માત સર્જાવાની ઘટના બેફામ સર્જાય રહી છે. આજે સવારે ધરમપુર સરકારી વસાહતમાં રહી રાજકોટ ની વતની કૃપાલીબેન ભાવેશભાઈ સાંગાણી ઉ. 24 વર્ષ ગામ બ્લોક 565. શિવ રાજદીપ સોસાયટી સેરી નંબર.4. ચાલીશ ફૂટ રોડ રાજકોટ ની વતની તેઓ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ સેવકની સરકારી નોકરી કરતી હતી રોજની જેમ આજે સવારે ઘરેથી 9.00 કલાકે નીકળી ફરજ ઉપર જઈ રહી હતી તે વખતે દિન બારી બોરીની ડરડીની આગળ ભયાનક વળાંકમાં 10.30 કલાકની આસપાસના સમયે સ્કુટી નંબર.GJ .03. JA . 3245 ના ચાલક ને પાછળથી ટ્રક નંબર. MH.11.dd.4272 ના ચાલકે પાછળ થી ટકર મારી દેતા સ્કુટી ચાલક કૃપાલીબેન ડામર ઉપર પટકાઈ હતી અને તેના શરીર ઉપર ટાયર ફરી વળતાં તેઓ ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નિપજ્યું હતું.

દિનબારી માર્ગ ઉપર અકસ્માત સર્જાતા ત્યાંના આજુબાજુના ગામના લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા તેઓએ અકસ્માત ઘટના નજરે જોતા ટ્રક ચાલક ઘટના સ્થળ ઉપરથી ટ્રક છોડી ને ભાગી રહ્યો હતો તેનો પીછો કરી ટ્રકના ચાલક ને પકડી પાડી બરોબર મેથી પાક આપ્યો હતો અને આ ઘટનાની જાણ કપરાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સ્થળ ઉપર પોહચેલી પોલીસ એ અકસ્માત ઘટનાની ઝીણવટ પૂર્વક તપાસ કરી બોડીનો કબજો લઈ લાસ પી.એમ માટે કપરાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડયા હતા જોકે રાજકોટ ની મહિલા કૃપાલીબેનની દશ પંદર દિવસ અગાઉ જ સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન ગ્રંથિ એ જોડાવવાની વાત જાણવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here